પાકિસ્તાન-A એ રાઈઝિંગ એશિયા કપમાં ભારત-A ને 48 રનથી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. દોહામાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 49.2 ઓવરમાં 313 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
જવાબમાં ભારતીય ટીમ 49.1 ઓવરમાં 265 રન જ બનાવી શકી. કેપ્ટન તિલક વર્માએ 143 બોલમાં 100 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં.
પાકિસ્તાન તરફથી હસન નવાઝે 79, માઝ સદાકતે 59 અને ફરહાન યુસુફે 56 રન બનાવ્યા હતા.
ભારત તરફથી અભિષેક શર્માએ 42 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી. શાહબાઝ અહમદે 49 બોલમાં 56 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના હસન નવાઝ અને અલી રઝાએ 3-3 વિકેટ ઝડપી હતી.
જીત બાદ પાકિસ્તાન-A ના ખેલાડીઓએ મેદાન પર ઉજવણી કરી હતી. બીજી તરફ, ભારતીય બેટ્સમેનો હાથ મિલાવ્યા વિના શાંતિથી પેવેલિયન પરત ફર્યા હતા. બંને ટીમો વચ્ચે મેચ પૂર્ણ થયા બાદ પણ હેન્ડશેક થયું નહોતું. આ અગાઉ ટોસ સમયે પણ બંને ટીમોના કેપ્ટનોએ હાથ મિલાવ્યા નહોતા.
48 રનની હાર અને મેદાન પરના તણાવપૂર્ણ માહોલ વચ્ચે મેચના અંતે પણ ઔપચારિક હેન્ડશેક ટાળવામાં આવ્યું હતું, જે આ મુકાબલાની ગરમાગરમીને દર્શાવે છે.