આયુષ્માનનું દિલ શર્વરી પર અટક્યું, ઘર જમાઈ બનવા તૈયાર!

ડિરેક્ટર સૂરજ બડજાત્યાની આગામી ફેમિલી એન્ટરટેનર ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું ટ્રેલર આજ રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટમાં ફિલ્મની કાસ્ટના લગભગ 20 કલાકારોની હાજરી વચ્ચે નિર્માતાઓએ ટ્રેલર રિલીઝ કર્યું. રાજશ્રી પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પહેલી વાર બડજાત્યાના જાણીતા પાત્ર ‘પ્રેમ’ની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે શર્વરી લીડ એક્ટ્રેસ છે.

રિલીઝ થયેલા ટ્રેલર મુજબ, ફિલ્મની સ્ટોરી મિત્રતાથી શરૂ થઈને લગ્ન, પરિવાર અને એક જૂઠાણાની આસપાસ ફરે છે. આ ફિલ્મ 27 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રેલરની શરૂઆત આયુષ્માન ખુરાના અને શર્વરીના લગ્નના દૃશ્યથી થાય છે. ત્યારબાદ વાર્તા બંનેના ભૂતકાળ અને સંઘર્ષ તરફ વળે છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે લગ્ન સુધી પહોંચવા માટે તેમને કઈ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. ટ્રેલર અનુસાર, શર્વરી એવા પરિવારમાંથી આવે છે જ્યાં માત્ર મહિલાઓ છે અને આખા ઘરની જવાબદારી તેમના જ ખભા પર છે. ઘરની પરિસ્થિતિઓને કારણે શર્વરી માટે લગ્ન બાદ પોતાનું પરિવાર છોડવું શક્ય નથી.

પ્રેમ માટે આખા પરિવાર સાથે શર્વરીના ઘરે રહેશે આયુષ્માન

પોતાનો પ્રેમ મેળવવા અને શર્વરીની પારિવારિક જવાબદારીઓને સમજતાં ફિલ્મમાં પ્રેમનું પાત્ર ભજવતા આયુષ્માન ખુરાના એક અલગ રસ્તો પસંદ કરે છે. તેઓ લગ્ન બાદ પોતાના આખા પરિવાર સાથે શર્વરીના ઘરે જ રહેવાનો નિર્ણય લે છે. બે પરિવારો એક જ છત નીચે સાથે રહેતાં સંબંધો, અપેક્ષાઓ અને રોજિંદા જીવનમાં અનેક ભાવનાત્મક તેમજ હળવાશભરી કોમેડી પળો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *