માધાપર ચોકડી પાસેથી દેશી દારૂનો જથ્થા સાથે વિજય સોલંકી ઝડપાયો

ગાંધીગ્રામ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક જીજે.03.સીવી.5872 નંબરની સીએનજી રીક્ષા દેશી દારૂના જથ્થા સાથે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ આવી રહી છે જેથી ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી નજીક વોચ ગોઠવી હતી દરમિયાન રીક્ષા પસાર થતાં તેને અટકાવી ચાલકનું નામ પૂછતાં તેણે પોતાનું નામ વિજય ભીખુ સોલંકી જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે રીક્ષાની પાછળની સીટમાં રહેલી પ્લાસ્ટિકની કોથળીઓ તપાસતા તેમાંથી રૂ.50 હજારની કિંમતનો 250 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ, રીક્ષા અને મોબાઈલ મળી કુલ રૂ.1,50,200ના મુદ્દામાલ સાથે ચાલક વિજય સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાયકવાડીના યુવકનો લાલપરી તળાવમાંથી મૃતદેહ મળ્યો
શહેરના પ્રદ્યુમન પાર્કની દીવાલ પાસે, ભીચરી જવાના રસ્તે, મચ્છી ઉદ્યોગના કેમ્પ પાસે લાલપરી તળાવમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો હોવાથી સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડમાં જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડના સ્ટાફ દોડી ગયા હતા અને મૃતદેહ બહાર કાઢી બી ડિવિઝન પોલીસે તેમની યુવકની ઓળખ મેળવવા મૃતદેહ ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ કરતા મૃતક 40 વર્ષીય મિતેશ કિશોરભાઇ ગજેરા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ પુછપરછમાં મિતેશભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું અને તેના છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ માનસિક અસ્વસ્થ રહેતા હતા જેથી ઘરેથી બે દિવસ પહેલા ચાલ્યા ગયા હતા પછી તળાવમાં પડતું મુક્યાનું અનુમાન છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *