કેશોદના 23 વર્ષીય સિંગર કિશન સોલંકીનું અકસ્માતમાં મોત

રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામ નજીક ક્રિષ્ના વોટરપાર્ક પાસે પુરપાટ ઝડપે આવતી એક કાર બંધ ગેસ ટેન્કર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. કારમાં એક માત્ર ચાલક યુવક હતો જેનું માથું ધડથી અલગથી લબડતું હતું. લોકોના ટોળાં એકઠા થઈ જતા કોઈએ 108માં જાણ કરતા 108ના EMTએ સ્થળ પર જ યુવકને મૃત જાહેર કર્યો હતો અને કુવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ કરતા કારમાંથી એક હાર્મોનિયમ મળી આવ્યું હતું જેથી મૃતક ગાયક કલાકાર હોવાનું અનુમાન લગાવાયું હતું. ઉપરાંત કારમાંથી અને મૃતકના ખિસ્સામાંથી મળેલા ડોક્યુમેન્ટ તપાસતા મૃતકના સગા સંબંધી અને પરિવારજનોનો સંપર્ક થઈ શક્યો હતો.

આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો
પોલીસ તપાસમાં મૃતકનું નામ કિશન રતનભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત તે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ગંગનાથપરામાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તે ગાયક કલાકાર હોય, જુદા જુદા ડાયરા સહિતના કાર્યક્રમોમાં સિંગર તરીકે જતો હોવાની માહિતી મળી હતી. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવક 4 બહેનનો એકનો એક ભાઈ હતો તે ગાયક કલાકાર હોવાથી અમદાવાદ તરફ કોઈ પ્રોગ્રામમાં જતો હતો. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *