રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દિવાળી બાદ ફરી બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે. એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે. જેમાં ટ્રાફિક શાખાનું મહેકમ પૂર્ણ કરી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી છેલ્લા 4 મહિનામાં 75 પોલીસકર્મીઓની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે અને હજુ પણ જે પોલીસ કર્મી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવવા ઇચ્છતા હોય તેમને સીટ શાખામાં રિપોર્ટ કરવા માટે જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 4 મહિનામાં કુલ 300 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે અને હજુ આવતા દિવસોમાં 50થી વધુ કર્મીઓની બદલી કરવામાં આવશે.
ટ્રાફિક શાખામાં ફરજ બજાવવા ઇચ્છતા હોય તેમને રિપોર્ટ કરવા જાણ કરાઈ
13 નવેમ્બરના રોજ 48 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી કરવામાં આવ્યા પછી આજે વધુ 24 પોલીસ કર્મચારીઓની બદલી ટ્રાફિક શાખામાં કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે મહેકમ મુજબ સ્ટાફ ભરપાઈ કરી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં અત્યાર સુધી છેલ્લા ચાર મહિનામાં બદલી કરાયેલા 300 પૈકી 75 પોલીસ કર્મચારીઓની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. પ્રથમ14 બાદ મંગળાવરે બપોર પછી સાંજના સમયે વધુ 10 પોલીસ કર્મીઓને પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક શાખામાં બદલી આપવામાં આવી છે .