જસદણ તાલુકામાં આટકોટ-જસદણ ચોકડી પાસે હાઇવે પર લાઇટો લગાવવામાં આવી છે. સરપંચ કાનાભાઈ ખોખરીયાએ રાત્રે વાહનચાલકોને અંધારામાંથી પસાર ન થવું પડે અને સલામત રીતે અવરજવર કરી શકે તે માટે આ વ્યવસ્થા કરી છે.દિવાળીના તહેવાર દરમિયાન ચોકડી પર રોશની જોવા મળી રહી છે. પોલીસ ચેકપોસ્ટ પાસે નવા એલઇડી લેમ્પ પણ લગાવવામાં આવ્યા છે.
તહેવાર દરમિયાન વાહનોની અવરજવર વધતી હોવાથી રાત્રે પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇટોના સમારકામનું કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
જસદણના ફ્લોરમિલ માલિકની રૂ. 4.30 લાખની ફરિયાદ; પોલીસે તપાસ શરૂ કરી