દિવાળીના તહેવારો પહેલાં આટકોટ પોલીસ સ્ટેશનમાં બેંક અને આંગડિયા પેઢીના કર્મચારીઓ તથા સોની જ્વેલર્સના વેપારી સાથે બેઠક યોજાઈ. બેઠક પીએસઆઈ બારૈયાની અધ્યક્ષતામાં મળી હતી.બેઠકમાં તહેવારો દરમિયાન બેંક અને આંગડિયા પેઢીઓમાં સુરક્ષા જળવાઈ રહે તે અંગે ચર્ચા થઈ. સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, તેની કાર્યક્ષમતા અને સુરક્ષાને લગતા મુદ્દાઓ પણ ચર્ચાયા.
પોલીસે તહેવારો દરમિયાન સાવચેતી રાખવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવા માર્ગદર્શન આપ્યું.