રાજકોટ શહેરના ગોવર્ધન ચોક પાસે આવેલ માધવવાટિકા પાર્કના સાર્વજનિક ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી 5 મોટર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રથમ એક ગાડીમાં આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ચાર મળી કુલ 5 ગાડીમાં આગ લાગી હતી અને આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી જો કે આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
5 ગાડીમાં આગ લાગતા નાસભાગ થઈ હતી
રાજકોટના ગોવર્ધન ચોક નજીક આવેલ માધવવાટિકા પાર્કના સાર્વજનિક ગ્રાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલ મોટરકારમાં આગ લાગી હતી જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્યારબાદ બાજુમાં પાર્ક કરેલ અન્ય ચાર ગાડીમાં પણ આગ લાગી જવા પામી હતી ને કુલ 5 ગાડીમાં આગ લાગતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી બનાવ અંગે 112 કંટ્રોલમાં જાણ કરવામાં આવતા પોલીસ તેમજ ફાયર ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અને આગ ક્યાં કારણે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી જેથી તેનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
3 ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી
રાજકોટના મવડી કણકોટ રોડ પર આવેલા શ્યામલ- ઉપવન હાઈ રાઈસ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના આઠમા માળની લિફ્ટ પેસેજથી લાગેલી આગ ધીમે ધીમે 10 માળ સુધી પહોંચી હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક સ્થળ પર પહોંચી લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. 3 ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.