મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

13 વર્ષ પહેલાં આજની તારીખે તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે 64 ટેસ્ટમાં 229 વિકેટ ઝડપી હતી. જોકે, શમી વન-ડે અને T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

શમીએ લખ્યું, આજે ભારે હૃદય અને અસંખ્ય સુંદર યાદો સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી રહ્યો છું.

પહેલીવાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી, ત્યારે માત્ર એક જ સપનું હતું- દેશ માટે કંઈક કરી બતાવવું. દરેક વિકેટ, સંઘર્ષ, ઈજા અને વાપસીએ મને કંઈક ને કંઈક શીખવ્યું.

શમીએ સ્પષ્ટ કર્યું કે, તે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટ સહિત વ્હાઇટ બોલ ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે. જરૂર જણાય તો ફિટનેસ જાળવી રાખવા માટે પ્રથમ શ્રેણી ક્રિકેટની ચાર દિવસીય મેચ પણ રમી શકે છે, પરંતુ ભારત માટે હવે ટેસ્ટ ક્રિકેટ નહીં રમે.

તેણે જણાવ્યું કે, હું વ્હાઇટ જર્સીને અલવિદા કહી રહ્યો છું, પણ તેની સાથે જોડાયેલી યાદોને ક્યારેય નહીં. ટેસ્ટ ક્રિકેટ મારા માટે માત્ર એક ફોર્મેટ નહોતું, તે મારા જીવનનો ખૂબ જ ખાસ ભાગ રહ્યો છે. મેદાન પર મારી છેલ્લી ટેસ્ટ બોલ ભલે ફેંકાઈ ચૂકી હોય, પરંતુ ભારત માટે રમવાનું ગર્વ હંમેશા મારા હૃદયમાં રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *