ઇઝરાયલમાં નવા વડાપ્રધાનની જાહેરાત આજે

ઇઝરાયલમાં આગામી વડાપ્રધાન કોણ બનશે તેની જાહેરાત રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ આજે કરશે. સરકાર બનાવવા માટે 61 સાંસદોના સમર્થનની જરૂર છે. ગાદી આઇઝેનકોટના ગઠબંધનને 6 પક્ષોના 67 સાંસદોએ સમર્થન આપ્યું છે.

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પાસે માત્ર 46 સાંસદોનું સમર્થન છે. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ તેમને સરકાર બનાવવાની પ્રથમ તક નહીં આપે.

ઇઝરાયલમાં અત્યાર સુધી કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. આ જ કારણસર અહીં હંમેશાં ગઠબંધન સરકારો બનતી રહી છે.

રાષ્ટ્રપતિ હર્ઝોગે ગુરુવારે સંસદમાં ચૂંટાયેલા તમામ પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રથમ નજરે સાંસદોનો અભિપ્રાય સ્પષ્ટ દેખાય છે, પરંતુ અલગ-અલગ રાજકીય જૂથો વચ્ચે અનેક મુદ્દાઓ પર સહમતિ નથી.

તેમના જણાવ્યા મુજબ પક્ષો વચ્ચે એકબીજા પ્રત્યે વાંધાઓ પણ છે. તેથી માત્ર સાંસદોની ભલામણના આધારે કોણ સરકાર બનાવી શકશે તે નક્કી કરી શકાય નહીં.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેઓ કેટલાક પાર્ટીના નેતાઓ સાથે અલગથી વાતચીત કરશે, જેથી સરકાર બનાવવાની સંભાવનાઓ સ્પષ્ટ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *