સુલતાનપુરમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

સુલતાનપુર કુમાર તાલુકા શાળામાં ૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. સી.આર.સી. હેઠળની ૯ શાળાના ૨૦ બાળ વૈજ્ઞાનિકોએ ૯ કૃતિઓ રજૂ કરી. ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ પ્રદર્શન નિહાળ્યું.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમ સવારે ૧૦ વાગ્યે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે શરૂ થયો. ગામના આગેવાનો, એસ.એમ.સી.ના અધ્યક્ષ અને સભ્યો, શાળાના આચાર્ય ઢોલરીયા રસિકભાઈ તથા શાળા પરિવારે મહેમાનોનું સ્વાગત કર્યું.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને ડાયેટ રાજકોટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. ભવન, ગોંડલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર સરવૈયા હરેશભાઈએ કાર્યક્રમનું સંકલન કર્યું. સ્ટોલ, સાઉન્ડ સિસ્ટમ, બેનર અને લાઇટિંગની વ્યવસ્થા એક સપ્તાહ અગાઉથી કરવામાં આવી હતી.

બાળકોએ સોલાર પેનલ, ઊર્જા બચત, પર્યાવરણ સંરક્ષણ અને વેસ્ટમાંથી બેસ્ટ જેવા વિષયો પર કૃતિઓ રજૂ કરી. તેમણે પોતાના મોડેલની કાર્યપદ્ધતિ સરળ ભાષામાં સમજાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *