જેતપુરમાં પીગળેલા ડામર પર તંત્રે ધૂળ‎ પાથરતાં ચોમેર ડમરીનું સામ્રાજ્ય છવાયું

જેતપુરમાંના સરદાર ચોકથી ચાંપરાજપુર ગામ સુધી અને સરદાર ચોકથી જેતલસર ચોકડી સુધી નવા જ બનાવેલા રોડ પરથી ડામર ઓગળીને રસ્તા પર ફેલાઇ જતાં વાહન ચાલકોની યાતના વધી છે અને ટાયર રસ્તા પર ચોંટતા હતા, તો બીજી તરફ પગપાળા નીકળતા રાહદારીઓના ચપ્પલ ચોંટી રહ્યા હતા.

નવા જ બનાવેલા રોડ પર ડામર ઓગળીને રસ્તા પર ફેલાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા હજુ આ મુશ્કેલીમાંથી છુટકારો નથી થયો ત્યાં ડામર પર ડસ્ટ નાખવામાં આવતાં ધૂળની ડમરીઓ ઊડતાં વેપારીઓ અને સ્થાનિક લોકો ધૂળને કારણે બીમારીનો ભોગ બની રહ્યા છે.

ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિકાસના કામો લોકોની સુખાકારી માટે કરવામાં આવે છે કે મુશ્કેલી વધારવા માટે!

જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર ડામર ઓગળવાની સમસ્યાએ વાહનચાલકો અને સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમરનગર રોડ અને જૂનાગઢ રોડ પર સરદાર ચોકથી માર્કેટ યાર્ડ તેમજ ચાંપરાજપુર સુધીના માર્ગ પર ડામર પીગળીને ચીકણા પડના સ્વરૂપમાં ફેલાઈ ગયો છે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા આ માર્ગ પર ડામર ઓગળતાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલ વાહનોનાં ટાયર રસ્તા પર ચોંટી રહ્યાં હોવાની ફરિયાદો સામે આવી છે. એટલું જ નહીં, પગપાળા ચાલતા લોકોનાં ચંપલ પણ ડામરમાં ફસાઈ જતાં રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ સમસ્યામાંથી છૂટકારો મેળવવાની સ્થાનિક વેપારી તેમજ રાહદારીઓ માંગ કરી રહ્યા ત્યાં NHAI દ્વારા ઓગળેલ ડામર ઉપર ડસ્ટ નાખતા મુશ્કેલીમાંથી છુટકારો થવાને બદલે મુશ્કેલીમાં વધારો થયો હવે ધૂળની ડમરીઓ ઊડતાં નવી મુશ્કેલી ઊભી થઈ છે, રસ્તા પરથી પસાર થતાં વાહનોને કારણે ધૂળ ઊડતાં વાહનચાલકોની આંખોમાં ધૂળ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *