ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ખ્યાતિ કેશવાલાનું રાજ્યકક્ષાએ સન્માન કરાયું

રાજકોટ: ઉપલેટા શહેર અને પંથક માટે તબીબી ક્ષેત્રે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઉપલેટાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાત તબીબ તરીકે ફરજ બજાવતા અને હાલ ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળતા ડૉ. ખ્યાતિ વી. કેશવાલાનું રાજ્યકક્ષાએ વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આંખની સારવાર (ઓપ્થેલ્મોલોજી) ક્ષેત્રે કરવામાં આવેલી શ્રેષ્ઠ અને સેવાકીય કામગીરી બદલ તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા ગત 31 ઓક્ટોબરના રોજ મહેસાણાના શંકુઝ રિસોર્ટ ખાતે રાજ્યકક્ષાની 78મી વાર્ષિક મેડિકલ કોન્ફરન્સ ‘GIMACON-2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આશરે 1800 જેટલા નામાંકિત તબીબો અને તબીબી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ તબીબી સંમેલન દરમિયાન યોજાયેલા સન્માન સમારોહમાં ઉપલેટાના ડૉ. ખ્યાતિ વી. કેશવાલાને વર્ષ 2025-2026 માટેની પ્રતિષ્ઠિત ‘ડૉ. કે. જે. ગણાત્રા રોટેટિંગ ટ્રોફી ફોર ઓપ્થેલ્મોલોજિસ્ટ (ઇન્ડિવિજ્યુઅલ)’ અર્પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *