અમેરિકાના ફ્લોરિડા રાજ્યના પામ બીચમાં રવિવારે એક વિમાન ક્રેશ થયું. આ લિયરજેટ 60 (N722BD) વિમાન હતું. CNN અનુસાર, તેમાં 9 લોકો સવાર હતા.
આ એક બિઝનેસ જેટ હતું. ઘટનાના વીડિયોમાં ઘટના સ્થળે સળગતો કાટમાળ અને આગ દેખાઈ રહી છે. હજુ સુધી એ માહિતી સામે આવી નથી કે વિમાન ક્યાંથી ઉડ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું.
કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે વિમાન ક્રેશ થતાં પહેલાં વીજળીની લાઇન સાથે અથડાયું હતું. જોકે, અધિકારીઓએ આ દાવાની પુષ્ટિ કરી નથી.
અધિકારીઓ હવે મામલાની તપાસ કરી રહ્યા છે. એજન્સીએ જણાવ્યું છે કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ ક્રેશની તપાસ કરશે.