રાજકોટમાં ડમી ગ્રાહક મોકલી પોલીસની રેડ, 5 યુવતીઓ મુક્ત, સંચાલક -રિસેપ્શનિસ્ટ ઝડપાયા

રાજકોટમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સ્પાની આડમાં ચાલતું વધુ એક કૂંટણખાનું ઝડપી પાડ્યું છે. શહેરના અમીન માર્ગ પરના ‘શાન્શા સ્પા’માં પોલીસે ડમી ગ્રાહક બની દરોડો પાડતા કૂંટણખાનાનો પર્દાફાશ થયો હતો જે દરમિયાન પોલીસે આ દેહ વ્યાપારના ગેરકાયદેસર વ્યવસાયમાં ફસાયેલી 5 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી તો સંચાલક અને રિસેપ્શનિસ્ટને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે 2 શખ્સો વોન્ટેડ જાહેર કરાયા છે.

બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી કૂંટણખાનાના નેટવર્કની ખરાઈ કરી
શહેરના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે અમીન માર્ગ પરના ‘શાન્શા સ્પા’ ના સંચાલકો દ્વારા યુવતીઓને રાખી મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવે છે. આ હકીકતના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને ખાતરી કરતા હકીકત સાચી સાબિત થઈ હતી.

એન્ટ્રી ફી ₹1,000 અને વધારાની સર્વિસના ₹2500 વસૂલાતા
અહીં સ્પામાં એન્ટ્રી ફી પેટે ગ્રાહક પાસેથી રૂ.1,000 લેવામાં આવતા હતા. જ્યારે ગ્રાહક સાથે શરીર સંબંધ બાંધીને વધારાની સર્વિસના નામે અલગથી રૂ.2,500 વસૂલવામાં આવતા હતા. પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી રોકડ અને 2 મોબાઇલ મળી રૂ.15,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ દેહવ્યાપારના ધંધામાં ફસાયેલી 5 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે.

સંચાલક અને ટેલિકોલર પકડાયા, બે આરોપી વોન્ટેડ
આ કેસમાં ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શ એક્ટ (IMHA) – 1956ની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આરોપીઓ આદિત્ય પ્રફુલભાઈ મજેઠીયા અને ક્રિશ હિતેષભાઈ રૂધાણીને વોન્ટેડ જાહેર કરાયા છે તો પોલીસે સ્પા સંચાલક પ્રતિક શૈલેષભાઈ મજેઠીયા અને રિસેપ્શનિસ્ટ અને ટેલીકોલર રવિનાબેન રામજીભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *