સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટની મોટી સિદ્ધિ

સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન તેમજ BCCIના સિનિયર મેચ રેફરી પ્રકાશ ભટ્ટ આ વર્ષની શરૂઆતમાં ICCની સૌપ્રથમ ઇમર્જિંગ મેચ રેફરી પેનલમાં સામેલ થયા. સમગ્ર વિશ્વમાંથી આ પેનલમાં માત્ર 4 જ મેચ રેફરી છે.

પ્રકાશ ભટ્ટે આ વર્ષે U-19 વર્લ્ડ કપમાં પણ રેફરી તરીકે કામ કર્યું

પ્રકાશ ભટ્ટ, જેઓ 2024થી ICC મેચ રેફરી અને 2008થી BCCI મેચ રેફરી છે, તેમણે અત્યાર સુધીમાં 48 T20 આંતરરાષ્ટ્રીય મેચ અને 6 વન-ડે, 4 મહિલા T20 અને 3 મહિલા વન-ડેમાં રેફરી તરીકે સેવા આપી છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં પણ રેફરી તરીકે કામ કર્યું હતું.

હવે તેમણે ઇતિહાસ રચ્યો છે કારણ કે ICCએ બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ મેચ સિરીઝ માટે પ્રકાશ ભટ્ટની નિમણૂક કરી છે. પ્રથમ ટેસ્ટ આજથી ઢાકામાં શરૂ થઈ છે અને બીજી ટેસ્ટ 5 નવેમ્બરે સિલહટમાં રમાવાની છે. જવાગલ શ્રીનાથ પછી મેચ રેફરી તરીકે ટેસ્ટ મેચમાં રેફરીંગ કરનાર તેઓ માત્ર બીજા ભારતીય બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *