બેંગકોકથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 2338ને એક મુસાફરના હંગામાને કારણે પરત ફરવું પડ્યું.
વિમાને બુધવારે રાત્રે 8:20 વાગ્યે બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ત્યારબાદ મુસાફરના વિચિત્ર વર્તનને કારણે પાયલોટે વિમાનને પરત લઈ જવાનો નિર્ણય કર્યો. વિમાન રાત્રે 10:40 વાગ્યે બેંગકોક એરપોર્ટ પર ઉતર્યું.
વિમાનમાં સવાર એક મુસાફરે ભાસ્કરને જણાવ્યું કે વિમાનમાં સવાર એક ભારતીય મુસાફર વિચિત્ર રીતે વર્તી રહ્યો હતો અને હંગામો કરી રહ્યો હતો. પરિસ્થિતિને જોતા પાયલોટે જાહેરાત કરી કે વિમાનને પરત બેંગકોક લઈ જવામાં આવી રહ્યું છે.
વિમાન બેંગકોકમાં ઉતર્યા બાદ મેડિકલ ટીમ પહોંચી અને મુસાફરને પોતાની સાથે લઈ ગઈ. હાલ મુસાફરે આ રીતે વર્તન શા માટે કર્યું અને તેની તબિયત અંગે કોઈ માહિતી સામે આવી નથી.
આના 45 મિનિટ બાદ ફ્લાઇટે બેંગકોકથી મુંબઈ માટે ઉડાન ભરી. એર ઈન્ડિયા તરફથી પણ આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.