જામનગરમાં રૂબિયો અને રિલાયન્સ વચ્ચે મહત્વની મંત્રણા

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને યુએસ એમ્બેસેડર સર્ગીયો ગોરે બુધવારે જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી મોટી રિફાઇનરીની મુલાકાત લીધી હતી. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી સાથેની તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ગ્રીન એનર્જી, ડીપ-ટેક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વ્યાપારી ભાગીદારીને લઈને મહત્વપૂર્ણ મંત્રણા થઈ હતી.

આ હાઇ-પ્રોફાઇલ મુલાકાત દરમિયાન અમેરિકન ડેલિગેશનને રિલાયન્સના મેગા રિફાઇનરી કોમ્પ્લેક્સનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો. અંબાણી પરિવારે તેમને રિલાયન્સની નિર્માણાધીન અને તબક્કાવાર શરૂ થઈ રહેલી ‘ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઝ’ તેમજ ડેટા સેન્ટર્સના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, જામનગર કોમ્પ્લેક્સને માત્ર રિફાઇનિંગ પૂરતું સીમિત ન રાખતા ભવિષ્યમાં તેને ડીપ-ટેક, ઇનોવેશન અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગના ગ્લોબલ હબ તરીકે વિકસાવવાનું વિઝન પણ અમેરિકી પ્રતિનિધિમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *