રાજકોટમાં ક્લબ યુવી રાસોત્સવમાં ભવ્ય આતશબાજી, ડ્રોન નજારો

રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ સામે યોજાયેલા કડવા પાટીદાર સમાજના ‘ક્લબ યુવી રાસોત્સવ-2026’માં આઠમના નોરતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આઠમની રાત્રિએ એક સાથે 10,000થી વધુ ખેલૈયા અને પરિવારજનોએ ઉપસ્થિત રહી માઁ ઉમિયાની મહાઆરતી કરી હતી. આરતી બાદ યોજાયેલી આતશબાજીથી સમગ્ર મેદાન ‘જય જય માઁ ઉમિયા’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

ક્લબ યુવી રાસોત્સવમાં દર વર્ષની પરંપરા મુજબ આઠમના પવિત્ર દિવસે મહાઆરતીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. કડવા પાટીદાર સમાજના 10,000થી વધુ લોકોએ એકસાથે દીપ પ્રગટાવી માતાજીની આરાધના કરી હતી. આરતી પૂર્ણ થતાં જ આકાશમાં આકર્ષક આતશબાજી કરવામાં આવી હતી, જેનાથી ઉત્સવનો આનંદ બેવડાયો હતો.

વિવિધ સ્ટેપ્સ અને મંડળી ગરબાની જમાવટ
મહાઆરતી બાદ ગરબાની ભવ્ય રમઝટ જામી હતી, જેમાં ખેલૈયાએ ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, ટીટોડો, ટપો, ડાકલા, ટીમલી અને ફ્રી સ્ટાઈલ ગરબા રમીને મનોરંજન મેળવ્યું હતું. આ વર્ષે રાજકોટમાં વધેલા મંડળીના ક્રેઝને ધ્યાને રાખી આઠમની રાત્રે અહીં મંડળી ગરબાનું પણ ખાસ આયોજન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *