ન્યૂઝીલેન્ડ સામેની ODI અને ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર

BCCIની સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસ માટે વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ T-20 સિરીઝ સમાપ્ત થયા પછી 5 વન-ડે અને 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. સિલેક્શન કમિટીએ બંને ફોર્મેટ માટે અલગ-અલગ ટીમની પસંદગી કરી છે.

આ 7 મુકાબલા માટે 3 સ્કવોડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 2 સ્કવોડ વન-ડે સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ODIનો રેગ્યુલર કેપ્ટન શુભમન ગિલ પહેલી ત્રણ વન-ડે મેચમાં કેપ્ટનશીપ કરશે. ત્યાર પછીની સિરીઝની ચોથી અને પાંચમી વન-ડેમાં શ્રેયસ અય્યર ટીમની કમાન સંભાળશે. ટેસ્ટ અને વન-ડે ટીમમાં સામેલ અમુક ખેલાડીઓ પહેલી ત્રણ ODI રમ્યા પછી રેડ બોલ સિરીઝની તૈયારીના ભાગરૂપે છેલ્લી બે વન-ડે નહીં રમે.

ઈજા છતાં આ પ્રવાસ માટે સ્ટાર વિકેટકીપર રિષભ પંત અને ઝડપી બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની પસંદગી કરવામાં આવી છે. જોકે બંનેએ પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. જ્યારે વન-ડે સિરીઝ માટે 21 વર્ષીય યુવા વિકેટકીપર-બેટર કુમાર કુશાગ્રને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી છે.

જસપ્રીત બુમરાહને T20I પછી ODI ટીમમાં પણ નથી લીધો. તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે સીધી ટેસ્ટ સિરીઝ રમશે. જ્યારે રવીન્દ્ર જાડેજાને વન-ડેમાંથી બહાર કર્યો છે.

આ પ્રવાસ પર ભારતીય ખેલાડીઓ સામે ન્યૂઝીલેન્ડનું આહ્વાન હશે, જ્યાં ટીમ સિરીઝ જીતવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *