રાજકોટમાં જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી 3 કિલો સોના-ચાંદીની લૂંટ

રાજકોટ શહેરમાં નવરાત્રિના પર્વ દરમિયાન જ જ્વેલર્સ પેઢીના કર્મચારીની હત્યા નિપજાવી અંદાજિત 3 કિલો સોના-ચાંદીની લૂંટ થતા સનસનાટી મચી છે. આજી વસાહત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા તનવી ગોલ્ડના કર્મચારીને ત્રણથી ચાર લૂંટારુઓએ આંતરી ફાયરીંગ કરી લૂંટ ચલાવી. કર્મચારીને છાતીના ભાગે ગોળી મારતા ટૂંકી સારવારના અંતે મોત નિપજ્યું.

શહેરમાં લૂંટ વીથ મર્ડરની ઘટનાના સોની વેપારીઓમાં ઘેરા પડઘા પડ્યા છે. ઘટનાના વિરોધમાં આવતીકાલે (15 ઓક્ટોબરે) રાજકોટની સોની બજાર બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં તહેવારો સમયે જ જાણે ખાખીનો ખૌફ ઓસર્યો હોય તે રીતે 48 કલાકમાં જ બીજી હત્યાનો બનાવ બન્યો છે.

શહેરના આજી વસાહત વિસ્તારમાં આવેલી તનવી ગોલ્ડના કર્મચારી લાલભાઈ સરધારા અંદાજિત 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ સમયે કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓએ તેની પાસે રહેલો દાગીના ભરેલો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો. પરંતુ, લાલભાઈએ પ્રતિકાર કરતા લૂંટારુએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરીંગ કરી લૂંટ ચલાવી. લાલભાઈને છાતીના ભાગે ગોળી લાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટમલાં ખસેડાયા. જ્યાં ટૂંકી સારવાર દરમિાયન તેમનું મોત નિપજ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *