CJP પ્રોટેસ્ટનો વિરોધ કરનાર રણવીર શૌરીને મારી નાખવાની ધમકી

‘એક થા ટાઇગર’ ફેમ એક્ટર રણવીર શૌરીએ દિલ્હીમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રોટેસ્ટનો વિરોધ કર્યો હતો. તેણે પ્રદર્શનને લોકશાહીની હત્યા ગણાવી હતી અને યુવાનોને સુફીયાણી સલાહ આપી હતી. ત્યારબાદ એક્ટરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

12 ઑક્ટોબરની રાત્રે 9:10 વાગ્યે તેને બે અલગ-અલગ ઇમેલ આઈડી પરથી ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેમાં જાહેર સ્થળે લોખંડની સળિયાથી માથા પર હુમલો કરવાની વાત કહેવામાં આવી છે.

રણવીર શૌરીએ આ ઇમેલના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર શેર કરીને સાયબર પોલીસ અને મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. મુંબઈ પોલીસે મામલાની નોંધ લઈને તપાસ શરૂ કરી દીધી છે.

રણવીર શૌરીને રાજ પરિહાર નામની ઇમેલ આઈડી પરથી ઇમેલ મોકલવામાં આવ્યો હતો. ઇમેલમાં અત્યંત અભદ્ર અને હિંસક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ધમકી આપનારએ લખ્યું કે, તે રણવીરની લોકેશન અને મૂવમેન્ટ પર નજર રાખી રહ્યો છે અને યોગ્ય સમય આવતાં હુમલો કરશે. ઈમેલમાં ધમકી આપવામાં આવી કે, જાહેર સ્થળે પાછળથી લોખંડના સળિયાથી માથા પર પ્રહાર કરશે.

રણવીરે મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી

ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ રણવીર શૌરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર ઈમેલના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા. તેણે સાયબર દોસ્ત અને મહારાષ્ટ્ર સાયબરને ટૅગ કરીને લખ્યું કે તેને આ બે ઈમેલ અકાઉન્ટ્સ પરથી ધમકીઓ મળી છે, જેના પર ધ્યાન આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *