સ્વાસ્થ્ય અને આસ્થાનો અનોખો સંગમ

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢવાનું ભૂલી રહ્યા છે. ત્યારે ”ગોંડલ સાયકલ ક્લબ” દ્વારા ફિટનેસ, શિસ્ત, ધાર્મિક આસ્થાનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. નવરાત્રિના પાવન અવસરે ક્લબના સભ્યોએ ગોંડલથી ચોટીલા સુધીની સાયકલ યાત્રા કરી. મા ચામુંડાના દર્શન કર્યા. ધન્યતા અનુભવી.

વડીલ સાઇકલિસ્ટના માર્ગદર્શન હેઠળ ગોંડલ સાયકલ ક્લબના ૫ સભ્ય – વિરલ ગોહેલ, નિતીન ગોહેલ, ઉમંગ ઠક્કર, જે.કે. પરમાર અને વિવેક ઉનડકટ આ યાત્રામાં જોડાયા હતા. શનિવારે બપોરે પોરબંદરથી ૧૮ સાયકલ રાઇડર્સ ગોંડલ પહોંચ્યા હતા. રવિવારે વહેલી સવારે ૪ વાગ્યે ગોંડલના આ ૫ સભ્ય પોરબંદરની ટીમના ૧૮ સભ્યો સાથે બેકઅપ વાહન લઈને ચોટીલા જવા રવાના થયા હતા.

૧૧ ઓક્ટોબરના રોજ આસો નવરાત્રિના પ્રથમ નોરતે સવારે ૯:૩૦ વાગ્યે આ ટીમ ચોટીલા પહોંચી હતી. ચોટીલા ખાતે ગોંડલ ઉપરાંત પોરબંદર અને ધ્રાંગધ્રાની સાયકલિંગ ટીમોનું પણ ભવ્ય મિલન થયું હતું. નોંધનીય છે કે, અગાઉ આ ત્રણેય ટીમો પોરબંદરના બરડા ડુંગર ખાતે યોજાયેલી ૧૦૦ કિલોમીટરની સાયકલ રાઈડમાં પણ એકસાથે મળી હતી. ચોટીલા પહોંચીને ત્રણેય ટીમના સભ્યોએ ડુંગર ચઢી મા ચામુંડાના દર્શન કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *