હુડકો ચોકડી પાસે બાઈક – કાર વચ્ચે ટક્કર બાદ કારચાલકે છરી કાઢી યુવાનને ધમકી આપી

રાજકોટમાં હુડકો ચોકડી પાસે સામાન્ય ટક્કર બાબતે ઉશ્કેરાયેલા કારચાલકે બાઈકચાલક યુવાનને લાફા ઝીંકી દીધા બાદ કારમાંથી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. કોઠારીયા રોડ પર રહેતા નિકુંજ સાપરીયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, અક્રમ બ્લોચ નામના કારચાલકની કાર તેના બાઈકના સાયલેન્સર સાથે અડી જતા યુવાને જોઈને વાહન ચલાવવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કરવા દોડ્યો હતો. આજીડેમ પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધમલપર ગામે વીજ તારના ફેન્સિંગને અડી જતા આધેડનું વીજ કરંટ લાગવાથી મોત

રાજકોટના ધમલપર ગામે બે દિવસથી ગુમ થયેલા વિનોદભાઇ કેશાભાઇ ધોળકીયા (ઉ.વ.45) નામના પ્રૌઢનો મૃતદેહ ગામની સીમ નજીક વાડી પાસેથી મળી આવ્યો હતો. માનસિક અસ્વસ્થ એવા વિનોદભાઈ બે દિવસ પહેલા ઘરથી નીકળ્યા બાદ પરત ન ફરતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરાઈ હતી. તપાસ દરમિયાન બાજુમાં આવેલા વીજ તારના ફેન્સિંગને અડી જતા કરંટ લાગવાથી તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

બીમાર ભાણેજની ખબર પૂછવા પૂછવા આવેલી યુવતીના પર્સમાંથી રૂ.1.19 લાખના સોનાના ચેઈનની ચોરી

જૂનાગઢથી રાજકોટ ખાતે બીમાર ભાણેજની ખબર અંતર પૂછવા આવેલી યુવતીના પર્સમાંથી રૂ. 1.19 લાખની કિંમતનો સોનાનો ચેઈન અને રોકડ રકમ ચોરાઈ ગઈ હતી. જૂનાગઢના શ્રીજી પાર્કમાં રહેતી સિધ્ધિબેન નિમાવતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે માધાપર ચોકડી પાસે રહેતા મામાની દીકરીના ઘરે ગઈ હતી ત્યારે ત્યાં કામ કરતી નીતાબેન નામની નોકરાણીએ થેલા જેવા પર્સમાં હાથફેરો કરી સોનાનો ચેઈન અને રોકડા રૂ.3,500 ચોરી લીધા હતા. આરોપીએ અગાઉ ચોરીની કબૂલાત કરી હપ્તેથી રકમ આપવાનું નક્કી કર્યા બાદ રકમ ન આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *