શાપરમાં વિદેશી દારૂની 864 બોટલ સાથે 3 શખ્સ પકડાયા

શાપર ગંગા ગેટની અંદર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને પોલીસે પકડ્યા છે. પકડાયેલા આરોપીઓ પુરણદાસ વીરદાસ, ભુપતભાઈ મેરૂભાઈ ઝાલા અને સાગરભાઈ પ્રવીણભાઈ પરમાર મોરબીના પ્રેમજીનગરના રહેવાસી છે. પોલીસે વાહનમાંથી કુલ ૮૬૪ બોટલ દારૂ, વાહન અને ત્રણ મોબાઈલ સહિત ₹૩.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નાઈટ પેટ્રોલિંગમાં GJ-13-AX-6334 નંબરનું અશોક લેલેન્ડ વાહન શંકાસ્પદ લાગ્યું. તપાસ કરતા પાછળના ભાગમાં તાડપત્રી નીચે છુપાવેલી દારૂની પેટીઓ મળી હતી. જપ્ત કરાયેલી બોટલો પર ‘ચંડીગઢમાં વેચાણ માટે’ લખેલું હતું. આરોપીઓ પાસ-પરમિટ રજૂ કરી શક્યા ન હતા. પોલીસે ₹૧.૪૪ લાખનો દારૂ, ₹૨ લાખનું વાહન અને ₹૧૫ હજારના ત્રણ મોબાઈલ જપ્ત કર્યા છે. ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *