ટ્રમ્પે ટાટા-વિપ્રોને ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કર્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ગુરુવારે 8 મોટી આઈટી કંપનીઓને ગ્રીન કાર્ડ કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. તેમાં ભારતની ચાર કંપનીઓ ટાટા, ઇન્ફોસિસ, વિપ્રો અને HCL સામેલ છે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ, એડોબી, કોગ્નિઝન્ટ અને કેપજેમિની પર પણ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ નિર્ણય બાદ આ કંપનીઓ હવે પોતાના કર્મચારીઓ માટે PERM એટલે કે પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન માટે અરજી કરી શકશે નહીં. આ પ્રક્રિયા દ્વારા જ કંપનીઓ H-1B વિઝા પર કામ કરી રહેલા વિદેશી કર્મચારીઓને અમેરિકામાં કાયમી વસવાટ અપાવવા માટે અરજી કરે છે.

અમેરિકી સરકારનું કહેવું છે કે તેઓ સ્થાનિક અમેરિકનોની નોકરીઓ છીનવીને વિદેશી કર્મચારીઓને આપી શકતા નથી. આ નિર્ણયથી આ કંપનીઓ દ્વારા અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઈ રહેલા હજારો ભારતીય કર્મચારીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *