ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના અવાજનો ખોટી રીતે ઉપયોગ થતો અટકાવવા માટે તેને ટ્રેડમાર્ક કરાવવા અરજી કરી છે. તેમનું આ પગલું AI ડીપફેકના ખતરાથી બચવા માટે છે.
મેલોનીએ યુરોપિયન યુનિયનના બૌદ્ધિક સંપદા કાર્યાલય (EUIPO)માં આ અરજી કરી છે. અરજી સાથે મેલોનીએ આશરે 4 સેકન્ડનું એક ઑડિયો રેકોર્ડિંગ પણ જમા કરાવ્યું છે. તેમાં તેઓ ઇટાલિયન ભાષામાં બે વાર કહે છે—લો સોનો જ્યોર્જિયા એટલે કે હું જ્યોર્જિયા મેલોની છું.
મેલોનીની 2021માં પ્રકાશિત થયેલી આત્મકથાનું નામ પણ લો સોનો જ્યોર્જિયા હતું. આ વાક્ય તેમના રાજકીય પ્રચાર સાથે પણ જોડાયેલું છે. મેલોની પોતાના અવાજને ટ્રેડમાર્ક કરાવનારા પ્રથમ વિશ્વ નેતા છે.