ગરબામાં 72 સ્ટેપ્સે જમાવટ કરી, થાક્યા વિના નોનસ્ટોપ રમી શકશો

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ અને સુરતી ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે. ગ્રાઉન્ડ પર અલગ તરી આવવા માટે ખેલૈયાઓએ ત્રણ મહિના અગાઉથી જ તૈયારીઓ શરુ કરી દીધી હતી. જેમ-જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ નવા સ્ટેપ્સ શીખવા ખેલૈયાઓ થનગની રહ્યા છે અને પરસેવો પાડી રહ્યા છે.

જોકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતીઓ ટ્રેન્ડ સેટ કરવા માટે ઈન્ડિયન અને વેસ્ટર્ન કલ્ચરના ફ્યૂઝનમાં 72 સ્ટેપ્સનો નવો કોન્સેપ્ટ લાવ્યા છે તો બીજી તરફ અમદાવાદીઓની જેમ ‘મંડળી’ ગરબાના રવાડે ચડ્યા છે. બિગિનર્સ પણ સ્પેશિયલ બેચ લઈને ગ્રાઉન્ડ પર ઓછી એનર્જીમાં પોતાનો વટ કેમ પાડી શકે તેની તૈયારીઓમાં લાગી ગયા છે. આ વર્ષે ‘મંડળી ગરબા’, કપલ સ્ટેપ્સ અને પરંપરાગત દાંડિયાના નવા ટ્રેન્ડને લઈને 8 વર્ષના બાળકોથી માંડી 65 વર્ષના વડીલોમાં કેવો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તે જાણવા અમદાવાદ અને સુરતના જુદા-જુદા ગરબા ક્લાસીસના જાણીતા કોરિયોગ્રાફર્સ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

સુરતના ગરબા ક્લાસીસ ટ્રેનર હિરલ દડિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે તેઓ ગરબામાં એક નવો ટ્રેન્ડ લઈને આવ્યા છે, જેમાં ખાસ કરીને 72 સ્ટેપ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્ટેપ્સ ઈન્ડિયન અને વેસ્ટર્ન કલ્ચરને મિક્સ કરીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ખેલૈયાઓને ખૂબ પસંદ આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *