વાસાવડમાં પોષણ માસ નિમિત્તે સગર્ભા બહેનોને કીટ વિતરણ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ. આ દરમિયાન જરૂરિયાતમંદ સગર્ભા બહેનોને સમતોલ આહાર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ભારત અને ગુજરાત સરકાર સગર્ભા બહેનોની કાળજી માટે વખતોવખત માહિતી આપે છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હેતુ સગર્ભા બહેનોમાં લોહીના ટકા વધારવા અને તેમને પૂરતો સમતોલ આહાર મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. જેથી માતા અને બાળક બંને તંદુરસ્ત રહે. આ કીટ મેડિકલ ઓફિસર ડોક્ટર સુભાષભાઈ કનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ દાતાઓના સહયોગથી તૈયાર કરાઈ હતી.

આ પોષણ કીટના દાતાઓમાં વાસાવડના જેમીલભાઈ જગદીશભાઈ ચાવડા, ડો. ઈકબાલભાઈ જબ્બારભાઈ નગરવાલા, મુકેશભાઈ અજાભાઈ મકવાણા અને નિવૃત્ત શિક્ષક સુધીરભાઈ જીવાભાઈ મયાત્રાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *