વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે એક પાકિસ્તાની રિપોર્ટર પર કટાક્ષ કર્યો. રિપોર્ટરે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો.
આ અંગે જયશંકરે કહ્યું, “એક આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે.” રિપોર્ટરના સવાલનો જવાબ આપ્યા બાદ તેઓ સ્મિત કરીને ત્યાંથી નીકળી ગયા.
ખરેખર, સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર મીડિયા દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન ભારતની વિદેશ નીતિ, વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈ અંગે ચર્ચા થઈ રહી હતી.
4 વર્ષ પહેલાં પણ આવો જ જવાબ આપ્યો હતો
આ પહેલાં ડિસેમ્બર 2022માં ન્યૂયોર્કમાં એક પાકિસ્તાની પત્રકારે જયશંકરને પૂછ્યું હતું કે દક્ષિણ એશિયા આખરે ક્યાં સુધી ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદનો સામનો કરતું રહેશે.