શહબાઝે કહ્યું- ભારત સિંધુનું પાણી રોકવાની ભૂલ ન કરે

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને સિંધુ નદીનું પાણી ન રોકવાની ધમકી આપી. તેમણે કહ્યું કે પાણી રોકવાનો પ્રયાસ ‘યુદ્ધની કાર્યવાહી’ માનવામાં આવશે. ભારતે આ બાબતે કોઈ ભૂલ ન કરવી જોઈએ.

શહબાઝે કહ્યું કે પાણીનો ઉપયોગ ક્યારેય હથિયાર તરીકે ન કરવો જોઈએ. નદીઓનું કામ દેશોને પાણી આપવાનું છે, તેમને વહેંચવાનું નહીં.

દર વખતની જેમ ફરી એકવાર પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને તેને સંયુક્ત રાષ્ટ્રના નિયમો મુજબ ઉકેલવાની વાત કરી. શહબાઝે કહ્યું કે કાશ્મીર તેમના માટે જેગુલર વેઇન (ગળાની નસ) સમાન છે. ભારત અહીં લોકો સાથે અત્યાચાર કરી રહ્યું છે.

શહબાઝે સિંધુ જળ સંધિનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ગયા વર્ષે ભારત-પાકિસ્તાન સંઘર્ષ બાદ ભારતે આ સંધિને એકતરફી રીતે સ્થગિત કરી દીધી, જેના માટે કોઈ કાનૂની આધાર નથી.

શહબાઝે દાવો કર્યો કે UNના નિષ્ણાતો અને કાયમી મધ્યસ્થતા અદાલતે પણ આ મામલે ભારતના દાવાઓ અને પગલાંને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે તેનાથી પાકિસ્તાનનું વલણ સાચું સાબિત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *