રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ, SIR અને મતદાર યાદી સાથે જોડાયેલા વિવાદો પર ગુરુવારે 55 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે મત ચોરીના મામલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દેશદ્રોહી કહ્યા.
રાહુલે કહ્યું, જ્ઞાનેશે મત ચોરી કરી છે. મેં તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, પરંતુ સરકારે તેમને કાયદાથી ઉપર કરી દીધા.
રાહુલે કહ્યું, “ભારતમાં દરેક સરકાર વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સી હોય છે, બાંગ્લાદેશ યુદ્ધ જીત્યા બાદ પણ ઇન્દિરા ગાંધી હારી ગયાં હતાં, તો પછી ભાજપ સાથે આવું કેમ ન થયું. તેનું કારણ જ્ઞાનેશ કુમાર છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ કરી. જેના કારણે મોદી-શાહ વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સી આવી નહીં.”
રાહુલે 2025માં SIR પર ત્રણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે તેમણે ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે પંચને સરકારની ‘B ટીમ’ પણ કહ્યું હતું.
જ્યારે હું 7 વર્ષનો હતો, 1977માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. દરેક વ્યક્તિ જાણતી હતી, ખુદ તેમને પણ ખબર હતી કે તેઓ હારી જશે. તમને અનુભવ થઈ જાય છે કે તમે હારી જશો. તમારી લાગણી એક વખત ખોટી હોઈ શકે, બે વખત ખોટી ન હોઈ શકે. બે-ત્રણ ચૂંટણી એવી હતી જ્યારે અમે ટેકનિકલી જોઈ રહ્યા હતા. ધીમે-ધીમે શંકા વધવા લાગી. પછી અમે તેના પર કામ કરવાનું શરૂ કર્યું.