ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપ્યું. તેઓ મંચ પર આવતાં જ 75 દેશોના પ્રતિનિધિઓએ હૂટિંગ કરીને તેમનો વિરોધ શરૂ કર્યો અને બહાર જવા લાગ્યા.
આ દરમિયાન નેતન્યાહૂ લગભગ 3 મિનિટ સુધી શાંત રહ્યા. ત્યારબાદ તેમણે કહ્યું,
ભાષણ શરૂ કરતાં પહેલાં હું કહેવા માગું છું કે જો અહીં કોઈ અન્ય કાયર હોય તો તે બહાર જઈ શકે છે.
જોકે આ દરમિયાન ગેલેરી નેતન્યાહૂના સમર્થકોથી ભરેલી હતી. તેમણે તાળીઓ પાડીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું અને ‘અમ યિસરાઇલ ચાઈ’ એટલે કે ‘ઇઝરાયેલના લોકો જીવંત છે’ના નારા લગાવ્યા.
નેતન્યાહૂએ પોતાના ભાષણમાં ગાઝા, ઈરાન અને લેબનાન પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીઓનો ઉલ્લેખ કર્યો. તેમણે ટ્રમ્પની પ્રશંસા કરી અને ન્યૂયોર્કના મેયર મામદાની તથા યુરોપના નેતાઓની ટીકા કરી.