રાજકોટમાંથી ચોરાયેલા 8 વાહનો સાથે બેલડી ઝડપાઈ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 ચોરાઉ બાઈક અને એક થાર ગાડી સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ભાવનગરનો શખ્સ રાજકોટમાં આવી ચાની હોટલ આસપાસ આંટાફેરા કરી જે વાહનોમાં ચાવી લગાવેલી હોય તેવા વાહનોને નિશાન બનાવી ચોરી કરી બાદમાં ભાવનગર અને બોટાદ તેના મિત્રને ઓછી કિંમતમાં આપી દેતો હોવાનું સામે આવ્યું છે જયારે એક વર્ષ પહેલા ચોરી થયેલ થાર ગાડી શોધી કાઢી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. બંને શખ્સોએ ભાડે લીધેલ કારની ડુપ્લીકેટ ચાવી બનાવી તેમાં GPS ફિટ કરી બાદમાં ડુપ્લીકેટ ચાવી મદદથી ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 મહિનામાં આજીડેમ અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ 8 જેટલા વાહનો ચાની લારી દુકાન પાસેથી ચોરી થયા હતા. આ અંગે તપાસ કરી ક્રાઇમ બ્રાન્ચ ટીમે ચોક્કસ બાતમીના આધારે 38 વર્ષીય હસમુખભાઇ પ્રસાદભાઇ નિમાવત અને 27 વર્ષીય કુલદીપભાઇ જેસીંગભાઇ સીંધવની ધરપકડ કરી બંને આરોપીઓ પાસેથી 3.85 લાખની કિંમતના અલગ-અલગ કંપનીના કુલ 8 ચોરાઉ વાહન કબજે કર્યા છે. આરોપીઓ દ્વારા અન્ય કોઈ વાહન ચોરીને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *