કાર્તિક આર્યન બાદ મમૂટી અને રણદીપ હુડ્ડા વડોદરા પહોંચ્યા

કેવડિયા ખાતે નેશનલ ફિલ્મ એવોર્ડમાં હાજરી આપવા બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સ વડોદરા આવી પહોંચ્યા છે. કાર્તિક આર્યન, સંજય મિશ્રા, રણદીપ હુડ્ડા, મમૂટી, ધનુષ સહિતના એક્ટર વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યારે બોલિવૂડ એકટ્રેસ પદ્મિની કોલ્હાપુરે પણ આવી પહોંચ્યા હતા.

કાર્તિક આર્યન આજે સાંજે વડોદરા પહોંચ્યા બાદ કેવડિયા રવાના થયા હતા. કેવડિયાની હોટલમાં તેમનું ઢોલ નગારા અને ગરબા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પોતાના 3 દિવસીય ગુજરાત પ્રવાસને લઈ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું.

વાતાવરણ ખરાબ હોવાના કારણે હવાઈ માર્ગના બદલે રોડ માર્ગે તેઓ કેવડિયા પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, મેજર જનરલ મોહિત ગાંધી અને કલેક્ટર ડો. અનિલ ધામેલીયા દ્વારા રાષ્ટ્રપતિનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે પણ બોલિવૂડ અને સાઉથ ઇન્ડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો કેવડીયા ખાતે આવી પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *