દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન થઈ રહેલી હિંસા પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું- લોકશાહીને ગુનેગારોનો સમાજ બનાવી શકાય નહીં.
અદાલતે આ મામલે ડીયુ પ્રશાસન, દિલ્હી પોલીસ અને સરકાર પાસેથી આવતીકાલ સુધીમાં અહેવાલ માગ્યો છે.
કોર્ટે આ ચેતવણી પણ આપી છે કે જો ઉઠાવવામાં આવેલા પગલાંથી તે સંતુષ્ટ નહીં થાય, તો મતગણતરી અને પરિણામોની જાહેરાત પર રોક લગાવી દેવામાં આવશે.
કોર્ટે આ ટિપ્પણી DUSU ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી હિંસા અને ગુંડાગીરી સાથે સંબંધિત જનહિત અરજીની સુનાવણી દરમિયાન કરી.
દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU)ની ચૂંટણી પહેલાં બુધવારે રાત્રે નોર્થ કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ABVP અને NSUIએ એકબીજા સાથે જોડાયેલા લોકો પર અલગ-અલગ સ્થળોએ હુમલો કરવાનો આરોપ લગાવ્યો.
DUSU ચૂંટણી માટે 16 સપ્ટેમ્બરે પ્રચાર સમાપ્ત થઈ ચૂક્યો છે. મતદાન 18 સપ્ટેમ્બરે અને મતગણતરી 19 સપ્ટેમ્બરે થશે.