દરેક પેઢીને આવતીકાલ માટે આયોજન કરવા સક્ષમ બનાવવી

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ દેશની સૌથી મોટી પેન્શન ફંડ મેનેજર કંપની SBI પેન્શન ફંડ્સ પ્રાઇવેટ લિમિટેડે નિવૃત્તિ આયોજનના વધતા મહત્વ અને એનપીએસ વ્યવસ્થામાં તાજેતરમાં થયેલા ફેરફારો પર ભાર મૂક્યો છે. આ સાથે કંપનીએ સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચવાની પોતાની કામગીરી પણ વધુ મજબૂત બનાવી છે.

ગુજરાતમાં કામકાજ કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત સ્વરોજગાર અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોનો વ્યાપ પણ વધી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં વધુ લોકોને પેન્શનની સુવિધા સાથે જોડવાની મોટી સંભાવના છે. નાણાંકીય વર્ષ 2024-25 સુધીમાં ગુજરાતમાં તમામ નાગરિકો માટે એનપીએસ હેઠળ કુલ આશરે 3.08 લાખ નોંધણીઓ થઈ છે. આ વર્ષ દરમિયાન 49,895 નવી નોંધણીઓ થઈ હતી, જેમાં 11,064 નોંધણીઓ મહિલાઓની હતી.

રાજ્યના કુલ વર્કફોર્સમાંથી આશરે 90 ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં હોવાનો અંદાજ છે. તેથી સમગ્ર રાજ્યમાં સુવ્યવસ્થિત નિવૃત્તિ યોજનાઓ સુધી લોકોની પહોંચ વધારવાની હજુ મોટી તક છે. ગુજરાતના આશરે 90% કાર્યબળને હજુ સુધી ઔપચારિક પેન્શન કવરેજ પ્રાપ્ત થયું નથી, જે રાજ્યભરમાં સુવ્યવસ્થિત નિવૃત્તિ ઉકેલો સુધી પહોંચ વિસ્તારવાની નોંધપાત્ર સંભાવના દર્શાવે છે.

એસબીઆઈ પેન્શન ફંડ્સ રિટેલ અને કોર્પોરેટ બંને ક્ષેત્રોમાં એનપીએસનો સ્વીકાર વધારવા પર સતત ધ્યાન આપી રહી છે. કંપની પોતાની આગામી વેબ એપ્લિકેશન ‘સુગમ એનપીએસ’ દ્વારા ડિજિટલ સુવિધાઓને વધુ મજબૂત બનાવી રહી છે. આ ઉપરાંત લોકોમાં નાણાંકીય સમજણ વધારવા અને ભવિષ્ય માટે વધુ સારી રીતે તૈયાર થવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *