“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત “સોમનાથથી વડનગર બાઇક યાત્રા” ગોંડલ પહોંચી હતી. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા અને સાંસદ જીતેન્દ્રભાઈ કણજારીયાએ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતેથી આ યાત્રાને લીલીઝંડી આપી રવાના કરી હતી. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ સમયે મંત્રીઓ અને સાંસદ યુવાનો સાથે બાઇક પર બેસીને યાત્રામાં જોડાયા હતા. ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા સાથે આગળ વધેલી આ બાઇક યાત્રાનું શહેરીજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.
શ્રમ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણજારીયા સહિતના મહાનુભાવોએ યાત્રામાં જોડાયેલા યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
ગોંડલથી રવાના થયેલી આ યાત્રા આટકોટ, જસદણ અને વિંછીયા તરફ આગળ વધી હતી. આ બાઇક યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા છે. મહાનુભાવોએ બાઇક રેલી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા યુવાનોને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી.