બટાકા-ડુંગળી સહિત અનેક શાકભાજીના ભાવ વધવાને કારણે ઓગસ્ટમાં છૂટક મોંઘવારી દરમાં પણ વધારો થયો છે. આ સતત આઠમો મહિનો છે, જ્યારે છૂટક (રિટેલ) મોંઘવારી દરમાં વધારો થયો છે.
ઓગસ્ટમાં છૂટક મોંઘવારી વધીને 4.82% થઈ ગઈ. જુલાઈમાં તે 4.45% હતી.
સરકારે 14 સપ્ટેમ્બરે રિટેલ મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે. તે મુજબ, ખાદ્યપદાર્થોની છૂટક મોંઘવારી દર 5.95% રહ્યો.
રિઝર્વ બેંકે રિટેલ મોંઘવારી દરનો લક્ષ્યાંક 4% નક્કી કર્યો છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે રિટેલ મોંઘવારી RBI દ્વારા નિર્ધારિત 4%ના કમ્ફર્ટ ઝોનથી ઉપર નોંધાઈ છે.
મોંઘવારીનું વધવું-ઘટવું પ્રોડક્ટની ડિમાન્ડ-સપ્લાય પર નિર્ભર કરે છે. જો લોકો પાસે પૈસા વધુ હશે તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે. આનાથી વસ્તુઓની ડિમાન્ડ વધશે અને સપ્લાય ન હોવા પર તેની કિંમત વધશે. જ્યારે જો ડિમાન્ડ ઓછી હશે અને સપ્લાય વધુ તો મોંઘવારી ઓછી થશે.