રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે ₹ 74 કરોડના ખર્ચે જૂનો સાંઢીયા પુલ ડિસમેન્ટલ કરી નવો ફોરલેન બ્રિજ ઉભો કરવામાં આવ્યો છે. જો કે આ બ્રીજનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે લોકાર્પણ થયા છતાં ટ્રાફિક સમસ્યા યથાવત છે. જેને લઈને આ ટ્રાફિક સમસ્યાનાં કારણો જાણવા સ્થળ પર પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન પુલની બંને બાજુ પોલીસે આડેધડ લગાવેલા બેરિકેડનાં કારણે ટ્રાફિક સમસ્યા થતી હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે. જેમાં જામનગર રોડથી શ્રોફ રોડ તરફ જતો રસ્તો બેરિકેડ લગાવી બંધ કરવામાં આવતા જામટાવર ચોકમાં દિવસભર ટ્રાફિકજામ રહે છે. સામા છેડે રેલનગર તરફ આવતો-જતો રસ્તો પણ બેરિકેડથી બંધ કરવામાં આવતા હજારો વાહનચાલકો 1થી 1.5 કિમી ફરવા મજબૂર બન્યા છે. લોકોએ જણાવ્યું હતું કે, મોદી સાહેબ પેટ્રોલ બચાવા કહે છે, પોલીસ 1.5 કિમી ફેરવે છે.
રેલનગર તરફનો રસ્તો પોલીસે બેરિકેડ મારી બંધ આ વિસ્તારના લોકોની સમસ્યા જાણવા ત્યાં પહોંચી હતી. જામટાવર ચોક તરફથી જતા જ શ્રોફ રોડ પાસે બેરીકેડ લાગેલા જોવા મળ્યા હતા. જેમાં પણ શ્રોફ રોડ તરફથી લેફ્ટ-રાઈટ માટે લગાવેલા બેરીકેડ અડધો જામનગર રોડ રોકતા હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું. બ્રીજની બીજી તરફ રેલનગર તરફનો રસ્તો પોલીસે બેરીકેડ મારી બંધ કરતા ત્યાં રહેતા લોકો રેલવે કોલોની સુધી ફરવા મજબુર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે રેલનગરથી શીતલ પાર્ક તરફ જવા માટે તો લગભગ બે કિમીનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિ જોવા મળી હતી.
પોલીસ અધિકારીઓ અને બ્રિગેડનાં જવાનો વાહનો રોકી દંડ કરવામાં વ્યસ્ત હતા. બ્રિગેડના જવાનો યોગ્ય સ્થળે તૈનાત થયા હતા. જોકે અધિકારીઓએ વાહનો રોકી દંડ કરવાની કામગીરી ચાલુ રાખી હતી.