લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન કાઉન્સિલ (યુએલસી)એ કાશ્મીરી પંડિતોના નામે વધુ એક પત્ર જારી કર્યો છે. આ એક મહિનામાં જારી થયેલો છઠ્ઠો પત્ર છે. આ વખતે પીએમ પેકેજ હેઠળ અહીં કામ કરી રહેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓ નિશાન પર છે.
આતંકવાદીઓએ આ કર્મચારીઓના ફોન નંબર, સરનામું અને વાહનોની વિગતો પણ મેળવી છે. પત્રમાં બિન-સ્થાનિક કર્મચારીઓના મૃતદેહ તેમના ઘરે મોકલવાની ધમકી આપવામાં આવી છે.
આ પછી કાશ્મીરી પંડિતોના સંગઠન ઓલ પીએમ પેકેજ એમ્પ્લોઈઝ એસોસિએશને વડાપ્રધાન અને ઉપરાજ્યપાલને તપાસ કરવા અને સુરક્ષા માટે વિનંતી કરી છે.
લશ્કર સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન યુએલસીના પોસ્ટર/પત્રો સોશિયલ મીડિયા અને વિસ્તારની દિવાલો પર કેટલીક જગ્યાએ ચોંટાડેલા મળ્યા છે.