બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામી

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે મંગળવારે 625 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. ફ્લાઇટ મોનિટરિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24એ આ માહિતી આપી.

બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસે જણાવ્યું કે આ સમસ્યા ફ્લાઇટ્સના ટેકઓફ પર અસર કરી રહી હતી. ફ્લાઇટ સિસ્ટમ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.

ફ્લાઇટરડાર24એ X પર જણાવ્યું કે બ્રિટિશ એરવેઝ, ઇઝીજેટ, KLM અને લુફ્થાન્સા સહિત ઘણી એરલાઇન્સની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

લંડનના હીથ્રો, સ્ટેનસ્ટેડ અને સિટી એરપોર્ટની સાથે જ મેન્ચેસ્ટર, બર્મિંગહામ, સ્કોટલેન્ડ અને બ્રિટનના અન્ય એરપોર્ટ્સની પણ કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

ઇઝીજેટની ફ્લાઇટ્સ સમગ્ર યુરોપમાં પ્રભાવિત

બજેટ એરલાઇન ઇઝીજેટે જણાવ્યું કે તેની કેટલીક ફ્લાઇટ્સ ઓપરેટ થઈ શકી નહીં. કંપનીના જણાવ્યા અનુસાર, સિસ્ટમમાં ખામીને કારણે સમગ્ર યુરોપમાં તેની ફ્લાઇટ્સમાં વિલંબ થયો.

હીથ્રો એરપોર્ટની વેબસાઇટ પર મંગળવારે યુરોપના અલગ-અલગ શહેરો માટે જતી ઘણી શોર્ટ-હોલ ફ્લાઇટ્સ રદ અથવા મોડી દર્શાવવામાં આવી હતી.

જોકે, એરપોર્ટ પર આવતી ફ્લાઇટ્સ પર તેની અસર જોવા મળી ન હતી. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી કયા કારણોસર થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *