જસદણમાં કાર-બાઈક અકસ્માતમાં દંપતીનું મોત

જસદણના માધવીપુર-શિવરાજપુર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર પતિ-પત્ની બંનેના મોત થયા હતા.

મળતી માહિતી અનુસાર, દંપતી મોઢુકા ગામથી બાઈક પર જસદણ આવી રહ્યા હતા. ત્યારે માધવીપુર-શિવરાજપુર રોડ પર તેમની બાઈક કાર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમના મોત થયા હતા.

ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જસદણ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. જસદણ પોલીસે આ સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *