પડધરીમાં મોટરકારે બાઈકને ટક્કર મારી, ચાલક ગંભીર ઘાયલ

પડધરીના ગીતાનગર બસ સ્ટેન્ડ પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. એક મોટરકારે બાઈક ચાલકને ટક્કર મારી હતી, જેમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ, પૂરપાટ ઝડપે આવી રહેલી મોટરકારે બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક હવામાં ફંગોળાઈ ગયો હતો.

અકસ્માત પછી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *