RBIએ કહ્યું 7%, ભારતે કરી બતાવ્યું 7.8%

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વધતી મોંઘવારી છતાં ભારતની અર્થવ્યવસ્થા RBIના અંદાજ કરતાં વધુ મજબૂત રહી.

આ વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલ-જૂનમાં GDP 7.8% રહ્યો. RBIનો અંદાજ 7% હતો. એક વર્ષ પહેલાંના આ જ ક્વાર્ટરમાં તે 6.9%ના દરે વધ્યો હતો.

બેંકિંગ/ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ, IT અને અન્ય બિઝનેસ સર્વિસિસ સેક્ટરમાં 10%થી વધુ વૃદ્ધિ જોવા મળી. આનાથી મોંઘવારીની અસર GDP વૃદ્ધિ પર પડી નહીં.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)ના આંકડા મુજબ, વાસ્તવિક GDP 7.8%ના દરે વધીને ₹81.36 લાખ કરોડ રહ્યો. એક વર્ષ પહેલાં તે ₹75.46 લાખ કરોડ હતો. જ્યારે વાસ્તવિક GVA 8.2% વધીને ₹73.82 લાખ કરોડ રહ્યો.

નોમિનલ જીડીપી 10.3% વધીને ₹88.27 લાખ કરોડ નોંધાઈ. ગયા વર્ષે તે ₹80 લાખ કરોડ હતી. નોમિનલ જીવીએ 11.5%ની વૃદ્ધિ સાથે ₹80.53 લાખ કરોડ સુધી પહોંચી ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *