કૃતિ સેનન એડ વિવાદ પર ઉર્વશી રૌતેલાની એન્ટ્રી

અભિનેત્રી કૃતિ સેનનના રક્ષાબંધન જાહેરાત વિવાદ પર હવે ઉર્વશી રૌતેલાની પ્રતિક્રિયા સામે આવી છે. ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં ઉર્વશીએ કહ્યું કે તેઓ કોઈપણ મહિલાને તેના કપડાં પરથી જજ કરતા નથી, પરંતુ સર્જનાત્મકતાના નામે સાંસ્કૃતિક સંવેદનશીલતા સાથે સમાધાન થવું જોઈએ નહીં.

રક્ષાબંધન ભારતનો અત્યંત પવિત્ર તહેવાર છે અને તેની મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ. જણાવી દઈએ કે જ્વેલરી બ્રાન્ડ જીવા (GIVA)ની આ જાહેરાતમાં કૃતિ સેનનના ઇન્ડો-વેસ્ટર્ન પહેરવેશને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ થયો હતો, જેના પછી બ્રાન્ડે જાહેરાતને હટાવી લીધી છે.

‘ક્રિએટિવિટી અને પરંપરાને એકસાથે ન ભેળવો’ વાતચીતમાં ઉર્વશી રૌતેલાએ કહ્યું, “આપણે આઝાદી અને સર્જનાત્મકતાની ઉજવણી કરીએ છીએ, પરંતુ આપણે એ વિચારવું પડશે કે રક્ષાબંધન એક સંવેદનશીલ અને પવિત્ર તહેવાર છે. તેને દેશના કરોડો લોકો ઉજવે છે અને આપણને આપણી પરંપરાઓ પર ગર્વ છે. આપણે એ સમજવું પડશે કે સર્જનાત્મકતાના નામે રક્ષાબંધન જેવી પવિત્ર પરંપરા સાથે ચેડાં કરી શકાય નહીં.”

ઉર્વશીએ વાતચીત દરમિયાન ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પોતાના સન્માનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ સંબંધનો સુંદર તહેવાર છે. ઉર્વશીએ ભારપૂર્વક કહ્યું, “આપણે એક સીમા નક્કી કરવી પડશે કે આપણે શું કરવું જોઈએ અને શું નહીં. આખરે આપણે બધા ભારતીય છીએ અને આપણે આપણા દેશ અને સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ.”

કૃતિ સેનન એડમાં રિવિલિંગ કપડાં પહેર્યા- આ આખો વિવાદ જીવા (GIVA) જ્વેલરી બ્રાન્ડની 36 સેકન્ડની રક્ષાબંધન એડવર્ટાઇઝમેન્ટથી શરૂ થયો હતો. રક્ષાબંધન સંબંધિત આ એડમાં કૃતિએ ઓફ વ્હાઇટ બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *