ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરવાનો હતો.
શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગોંડલના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ધોરણ પ્રેપથી 7 સુધીના વિદ્યાર્થીઓએ તેમની માતાઓ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
“બેસ્ટ રાધા-કૃષ્ણ” અને “બેસ્ટ યશોદા” વેશભૂષા સ્પર્ધાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાળકોએ શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપ, જગન્નાથ, બાંકેબિહારી અને હરિ-હર જેવા વિવિધ સ્વરૂપોની ઝાંખી રજૂ કરી હતી.