ગોંડલી નદી પરના રાજવીકાળના બંને બ્રિજ પર ચક્કાજામ

શહેરની મધ્યમાંથી પસાર થતી ગોંડલી નદી પર આવેલા રાજવીકાળના બંને ઐતિહાસિક બ્રિજ પર આજે કલાકો સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

બ્રિજ પર વાહનોની લાંબી લાઈનો લાગી જતાં વાહનચાલકો અને રાહદારીઓ કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. સ્થાનિક રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગોને જોડતા આ રાજવીકાળના બ્રિજ પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે. પીક અવર્સ દરમિયાન યોગ્ય ટ્રાફિક નિયમનના અભાવે વાહનચાલકો વચ્ચે કારણ વગર ઘર્ષણ અને ચક્કાજામની સ્થિતિ નિર્માણ પામે છે.

કલાકો સુધી ચક્કાજામ રહેતાં મુસાફરો, નોકરીયાતો અને વેપારીઓ ભારે પરેશાન થયા હતા. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં કાયમી ટ્રાફિક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગણી કરી છે.અન્ય શહેરો તરફ જતા વાહનચાલકો ફસાયા ગોંડલ થઈને આટકોટ, જસદણ, અમરેલી અને ભાવનગર તરફ જતાં તેમજ ત્યાંથી આવતા નાના-મોટા વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા.

રાજવીકાળના પુલ પર એકસાથે અનેકાનેક ફોર-વ્હીલર, ઓટોરિક્ષા અને માલવાહક વાહનોનો ધસારો વધી જતાં વાહન વ્યવહાર તદ્દન થંભી ગયો હતો. બ્રિજની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહનો એક ઇંચ પણ ખસી ન શકતાં ટ્રાફિક પોલીસને પણ પગે પાણી ઉતર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *