રાજકોટમાં ખાંડના 21 વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગનું ચેકીંગ, કોઈ ક્ષતિ ન મળી આવી

કેન્દ્ર સરકાર દ્વારા ખાંડના ભાવમાં વધારા વચ્ચે સ્ટોક નિયંત્રણ જાહેર કર્યું છે. જે મૂજબ કોઈપણ વેપારી 400 ટનથી વધુ ખાંડનો સ્ટોક રાખી નહીં શકે અને આ ખાંડનો સ્ટોક એક મહિનાથી વધુ ચાલે તેટલો ન હોવો જોઈએ. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા પણ આ નિયમ બહાર પાડવામાં આવ્યું છે જેની અમલવારી સ્વરૂપે રાજકોટ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના અલગ અલગ તાલુકાઓમાં ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, ધોરાજી, જસદણ સહિતમાં 21 વેપારીઓને ત્યાં 15 ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન એક પણ જગ્યાએ ક્ષતિ મળી આવી ન હતી.

વોર્ડ નં.17 માં 98 આસામીઓને મચ્છર ઉત્પતિ સબબ નોટિસ અપાઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને “વન-ડે-વન-વોર્ડ” કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.17માં વાહક નિયંત્રણની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 14,204 ઘરની મુલાકાત લઇ 71,855 પાત્રો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી 514 ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 175 બિન રહેણાંક એકમોની તપાસ કરવામાં આવી તથા મચ્છર ઉત્પતિ સબબ 98 આસામીઓને નોટીસ આ૫વામાં આવી છે. ફિવર સર્વે દરમ્યાન 56 વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવ્યા હતા.

રાજકોટના યુવા કલાકાર જેનિસ બુધ્ધદેવની ટી-સિરીઝમાં એન્ટ્રી આગામી તારીખ 31 ઓગસ્ટના રોજ ટી સિરીઝ ઓરીજીનલમાં ઓ દ્વારિકાવાળા સોંગ રિલીઝ થવા જઈ રહ્યું છે. આ સોંગ ડાયરેક્ટર રાજવિંદરસિંગ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે અને જલ્પા દક્ષિણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણ ભગવાનના આ સોંગનું શૂટિંગ એમની જ દ્વારિકા નગરીમાં થયું છે અને મહત્વની વાત તો એ છે કે, આ ધમાકેદાર સોંગમાં રાજકોટના યુવા કલાકાર જેનીસ બુધ્ધદેવ ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, આ ક્ષણ રાજકોટ માટે ખૂબ ગૌરવની છે. જેનીસે 6 હિન્દી સિરિયલ અહિલ્યાબાઈ, મેરે સાઈ, વિઘ્નહર્તા ગણેશ, રાધા કૃષ્ણ અને ડૉ. બી. આર. આંબેડકર સહિત અનેક નામાંકિત સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત ધમણ મૂવીમાં પણ જેનિસએ મહત્વનો કિરદાર નિભાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *