રાજકોટમાં વહિવટી તંત્રની ઓફિસમાં જનસેવા કેન્દ્રમાં નવી સુવિધાથી લોકોને ફાયદો થશે

રાજકોટ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં હવે આધાર કાર્ડની સેવા શરૂ કરવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સંભવતઃ શનિવારે અથવા તો આગામી સપ્તાહમાં આધાર કાર્ડની સેવા વિધીવત રીતે શરૂ કરી દેવામાં આવશે. જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની આ સેવાનું ઉદઘાટન કલેકટર ડો.ઓમ પ્રકાશના હસ્તે કરવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે આ જનસેવા કેન્દ્રમાં નાગરિકોને હાલ આવકના દાખલા, રેશનકાર્ડ, 7/12, 8/અના દાખલા EWSના પ્રમાણપત્ર સહિતની સેવાઓ મળી રહી છે.

આધાર કાર્ડની સેવાના અભાવે અરજદારોને જન સેવા કેન્દ્રના ધરમધકકા થતા હતા પરંતુ, જીલ્લા કલેકટરે જનસેવા કેન્દ્રમાં આ સેવા નાગરિકોને ઉપલબ્ધ થાય તે માટે પુરતા પ્રયાસો કરેલ હતા જન સેવા કેન્દ્રમાં આધારકાર્ડની આ સેવા શરૂ થતા જ નાગરીકોની સુવિધામાં વધારો થશે.

જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન જાહેર જનતાને ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયા વ્યાજબી ભાવે મળી શકે તે હેતુથી રાજકોટ કલેકટર ડૉ. ઓમ પ્રકાશ અને જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાના આદેશ અનુસાર મામલતદારો અને વેપારીઓની મળેલી બેઠકમાં તા.1 સપ્ટેમ્બરથી તા.6 સપ્ટેમ્બર દરમિયાન તહેવાર નિમિત્તે ફરસાણ અને મીઠાઈનું રાહત દરે વેચાણ કરવા માટે જાહેર કરાયું હતું તો સાથે જ ભાવ બાંધણું પણ કરવામાં આવ્યું હતું. જેમાં ફરસાણ અને મીઠાઈનાં નક્કી કરાયેલા ભાવ પ્રમાણે સીંગતેલનાં લાઈવ ગાંઠીયાનાં કિલોનો ભાવ હાલ રૂ.800 છે. જે આ તહેવાર દરમિયાન રૂ.740 તથા ફરસાણનો ભાવ જે હાલ રૂ.660 છે તે રૂ.620 રહેશે. સાથે સાથે કપાસિયા તેલનાં લાઈવ ગાંઠીયા કિલોનાં રૂ.560 તથા ફરસાણ 440 રૂપિયા કિલો તથા પામોલીન તેલનાં લાઈવ ગાંઠિયાનો ભાવ પ્રતિ કિલો રૂ.480 તથા ફરસાણનો ભાવ રૂ.350 રહેશે.આ ઉપરાંત બુંદી લાડુ, લાસા લાડુ તથા મીઠી બુંદીનો પ્રવર્તમાન ભાવ રૂ.320 છે.જે તહેવાર દરમિયાન 280 રૂપિયાનાં કિલો લેખે વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ મોહનથાળ અને મૈસુબ ટોપરાના લોટનો રૂ.320 તથા ચણાના લોટનો રૂ.280માં રાહતદરે વેચાણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *